Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્‌ ।

અમેરીકા - જ્યોજિયા ખાતે દશ દિવસ સંઘી ઘામધમથી ઉજવાયો ગણેશોત્સવ.

જ્યારે માતા-પિતાની કૃપા થાય ત્યારે જીવનમાં ખૂબ જ પગતિ થતી હોય છે. ગણેશજી ઉપર શિવજી અને પાર્વતીજીની અનન્ય કૃપા હતી તેથી ભગવાન વિષ્ણુએ ગણેશજીને સર્વ દેવોમાં અગ્રસ્થાન આપ્યું છે - સ્વામી શ્રી માઘવપિયદાસજી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિજ્ઞાનમ્‌ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના  માર્ગદર્શન અનુસાર અમેરીકા ખાતે જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા સવાનાહ શહેરમાં SGVP ગુર્‌કુલ  ખાતે  શ્રીસ્વામિનારાયણ  સનાતન મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં હિંદુ ધર્મના તમામ ઉત્સવો ઉજવવા મોટી સંખ્યામાં ભક્તજનો ભેગા થતા  રહે છે. તાજેતરમાં જ સેકડો ભક્તોએ ભેગા મળીને ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.   

ભાદરવા સુદ ચતુર્થીના દિવસે વૈદિક મંત્રોના ગાન સાથે શ્રી ગણેશજીની પૂજા તથા સ્થાપના કરવામાં આવી. આ પ્રસંગે  ઉત્સાહી ભક્તજનોએ ઢોલ તથા બેન્ડની સૂરાવલીઓ તેમજ  ગણપતિ બાપા મોરીયા ના નાદ ગુંજન સાથે  વિઘ્નવિનાયક  ગણેશજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભગવાન ગણેશજીને સિંહાસનમાં બિરાજમાન કર્યા બાદ ભગવદ્‌ પ્રેમી પંડિત શ્રીરાજેશજી પૂલા તથા શ્રીપ્રસન્ઞાજી ભોંજેએ વૈદિક પૂજન વિધિ સાથે ગણેશ અથવશીર્ષ દ્વારા દેવનું સ્તવન કર્યું હતું.    દરરોજ પ્રાતઃકાળે તથા સંધ્યા સમયે ગણેશજીના પૂજનનો તથા આરતીનો લાભ લેવા ભક્તજનો મોટી સંખ્યામાં  પધારતા હતા.

દરરોજ સવારે ગણેશ અથવશીર્ષ  દ્વારા ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવતી હતી. સંધ્યા આરતી થયા  બાદ વિવિધ ભજન મંડળના ભાવિકો ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભજન સંકીર્તન કરતા હતા. જેમાં ગોપી ભજન મંડળ,  સવાનાહ મહિલા ભજન મંડળ, ચાટાનોઘા ભજન મંડળ, SGVP ભજન મંડળના ભાઈ-બહેનોએ વિશેષ લાભ લીધો હતો.  સંધ્યા આરતીનો લાભ લેવા પધારતા ભક્તજનોને પ્રસંગોચિત ગણેશજીની સુંદર કથાઓ પણ કહેવામાં આવતી હતી. ઉત્સાહી  યુવાનોએ ગણેશજીની સમક્ષ રાસોત્સવ દ્વારા ભગવાનને રીઝવવા પ્રયાસ કરતા હતા. ગણેશોત્સવ દરમિયાન ભાવિક ભક્તજનો  પણ આરતી તથા પ્રસાદના યજમાન તરીકે પ્રેમથી લાભ લેતા હતા.   

દશ દિનાત્મક ગણેશોત્સવની વચ્ચે પરીવર્તિની એકાદશીનું આગમન થતા જળઝીલણી એકાદશીનો ઉત્સવ પણ ભારે  ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. SGVP ગુરૂકુલ - સવાનાહના પરીસરમાં જ અઢાર એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું  બ્રહ્મ સરોવર છે. જેમાં ભગવાનને નોકા વિહાર કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઠાકોરજીની ચાર આરતી કરીને ભક્તજનોએ  આનંદોત્સવ કર્યો હતો.   

ભાદરવા સુદ - ૧૩, શનિવારના દિવસે ગણેશજીની વિશેષ પ્રસક્નતા પ્રાપ્ત થાય તેવા હેતુથી વિઘ્નવિનાયક દેવને   મોદકનો અશન્નકૂટ  ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને લાડુ ધરાવવા માટે ભક્તજનો પોતપોતાના ઘરેથી મોટી સંખ્યામાં  વિવિધ પ્રકારના મોદક લાવ્યા હતા તદુપરાંત પ.ભ. શ્રી રાજેશભાઈ પટેલે (નાપાડ) યજમાન તરીકે વિશેષ લાભ લીધો હતો.    અનંત ચતુદશીના દિવસે સૌના હૈયામાં ભગવદ્‌ પૂજનનો અનેરો ઉત્સાહ હતો. પ્રાતઃ આરતી બાદ ભગવાન  સત્યનારાયણની સવિશેષ પૂજા-કથાનું આયોજન થયું, જેમાં યજમાન પરિવારના ભાઈ-બહેનોએ લાભ લીધો અને દર્શનમ્‌  સંસ્કૃત મહાવિદ્યાલયના ત્કષિકુમાર અજયભાઈ પંડ્યાએ ઓનલાઇને પૂજા કરાવી હતી.   

બપોર પછી ઠાકોરજીના ઉત્થાપનનો સમય થતાં જ ભક્તજનો ગણેશજીના પૂજનમાં આવવા લાગ્યા હતા. સૌ પ્રથમ  પંડેતો દ્વારા  ગણેશ અથવશીર્ષાદિ  સૂક્તોથી ગણેશજીની પુજા કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલ વિકાસ કેન્દ્રના બાળકો  દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગણેશ-કાર્તિક સંવાદ, શ્લોક ગાન, શિવ તાંડવ તથા બહેનો દ્વારા  ગણેશ વંદના નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.    ગણેશજીને વિદાય આપતા પહેલા સર્વ ભક્તજનોએ સમૂહ આરતી કરીને પ્રાર્થના કરી હતી કે, હે વિઘ્નવિનાયક દેવ   અમારા ગુન્હા માફ કરજો, અમારા હૃદયમાં અખંડ બિરાજજો અને આવતા વર્ષે અમારા ઉત્સવમાં વહેલા વહેલા પધારજો ..   ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને  ગણપતિ બાપા મોરીયા ના દિવ્યનાદ સાથે પાલખીમાં ગણેશજીને બિરાજમાન કર્યા હતા.  ૬૦૫૦ ગુરૂકુલ - સવાનાહના પરિસરમાં જ આવેલા બ્રહ્મ સરોવરમાં ઉત્સવ મૂર્તિનું વિસર્જન કરીને સૌ ભાવિક ભક્તજનોએ  દિવ્યતાનો અનુભવ કર્યો હતો.   

આ ગણેશોત્સવ દરમિયાન વિડીઓના માધ્યમથી પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ મંગલ આશીર્વાદ પાઠવતા  જણાવ્યું હતું કે, હનુમાનજી મહારાજ અને ગણેશજી સેક્યુલર દેવ છે. સર્વ પંથના ભક્તો એમને માને છે અને તેમની પૂજા કરે  છે. ગણેશજી પણ સર્વને કરૂણા કરીને રિદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ, વિધ્યા અને ધન સંપત્તિ પ્રદાન કરતા રહે છે.   

જ્યારે માતા-પિતાની કૃપા થાય ત્યારે ખૂબ જ પ્રગતિ થતી હોય છે. ગણેશજી ઉપર શિવજી અને પાર્વતીજીની અનન્ય  કુપા હતી તેથી ભગવાન વિષ્ણુએ ગણેશજીને સર્વ દેવોમાં અગ્રસ્થાન આપ્યું છે.     પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતીને આધારે સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ સર્વ ભક્તોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી  હતી કે  હે સર્વના વિઘ્નોનો નાશ કરનારા ગણેશજી ! આપ સર્વ ભક્તોની રક્ષા કરજો. અમેરીકાના તમામ નાગરીકોને સાજા-  સારા રાખજો.   

પૂજ્ય સ્વામીજીએ આશીર્વાદ દરમિયાન સત્સંગનો મહિમા, માનવજીવનનો મહિમા વર્ણવતા સો ભક્તોને ભગવદ્‌  પ્રેમના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી.    ગણેશોત્સવના મુખ્ય યજમાન તરીકે શ્રી પંકજભાઈ પટેલ (રોય) તથા સહ યજમાન તરીકે શ્રી રમેશભાઈ પટેલ, શ્રી  દેવાંકભાઈ(દેવ) પટેલ, શ્રી સમીરભાઈ પટેલે લાભ લીધો હતો. મહોત્સવમાં ઉજવાતા વિવિધ પ્રસંગોમાં સૌ ભક્તજનો  પોતાની ભાવના અપણ કરતા રહ્યા હતા.    ગણેશોત્સવમાં પધારનારા તમામ દર્શનાર્થીઓને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મુકેશભાઈ પટેલ ,  અતુલભાઈ પટેલ તથા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક તૈયારીઓ કરી હતી.   

ગણેશોત્સવને સફળ બનાવવા માટે સ્વામી શ્રી ગોપાલચરણદાસજીના માર્ગદર્શન પ્રમાણે શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી  અનિલભાઈ પટેલ વગેરે યુવાન સ્વયંસેવકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી હતી.   

(12:41 pm IST)