Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ધારાસભ્યો અને પશુપાલકો ધરણાં ધરે એ પહેલાં બરોડા ડેરીની સામે પોલીસ કાફલો ખડકી દેવાયો

પશુપાલકોને ડેરી દ્વારા ભાવ વધારો ન ચૂકવાતા ફરી એકવાર ધારાસભ્ય મેદાને પડયા

વડોદરા : ધારાસભ્યો અને પશુપાલકો ધરણાં ધરે એ પહેલાં જ અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બરોડા ડેરીની સામે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોઈના પણ ભેગાં થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, પશુપાલકોને ડેરી દ્વારા ભાવ વધારો ન ચૂકવાતા ફરી એકવાર ધારાસભ્ય મેદાને પડયા છે. ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે મોર્ચો માંડ્યો છે. જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારના ઘરે વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા પહોંચ્યા હતા. થોડા દિવસ અગાઉ વડોદરા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે સમાધાન થયું હતું. જો કે કેતન ઇનામદારની માંગો પૂરી ના થતા ફરી ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરી સામે મોરચો માંડ્યો છે.

(12:30 pm IST)