Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ : વટવા અને રામોલમાં બે કલાકમાં બે ઇંચ ખાબક્યો

મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ : અનેક જગ્યાએ પાણી ભરાયા: એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ :અમદાવાદમાં વહેલી સવારે 3.15 વાગે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડી જતા પાણી ની રેલમછેલ જોવા મળી હતી,વડોદરા માં પણ સવાર થી વરસાદ ચાલુ થયો છે અને કાળા ડિબાંગ વાદળો થી આકાશ ગોરંભયેલું જોવા મળી રહ્યુ છે,ગોત્રી વિસ્તારમાં વરસાદી માહોલ જામતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે.

 એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ સવાર થી ચાલુ છે આ સિવાય મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ગોતા, રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, ચાંદખેડા, મોટેરા, જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર્વના નિકોલ, નરોડા, કુબેરનગર, કૃષ્ણનગર, એસપી રિંગ રોડ ઓર ભારે વરસાદ પડતા સવારે નોકરી ધંધા એ જઇ રહેલા લોકો અટવાઈ ગયા હતા.

(11:08 am IST)