Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

નર્મદા ડેમની સપાટી 121.54 મીટરે પહોંચી : ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક

ભાદર-2 ડેમ 32.20 ફૂટે પહોંચ્યો છે અને ડેમ ભયજનક સપાટીથી 1.80 ફૂટ દૂર: પંચમહાલનો હડફ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો

અમદાવાદ :  નર્મદા ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક છે અને જળસપાટી 121.54 મીટરે પહોંચી છે. સૌરાષ્ટ્રનો ભાદર-2 ડેમ 32.20 ફૂટે પહોંચ્યો છે અને ડેમ ભયજનક સપાટીથી 1.80 ફૂટ દૂર છે. અરવલ્લીના વાત્રકની જળસપાટી વધીને 130.90 મીટરે પહોંચી છે જ્યારે પંચમહાલનો હડફ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે.

(11:07 am IST)