Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ વડોદરા અને હાલોલમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો

અમદાવાદના ઘાટલોડિયા, રાણીપ, નવા વાડજ, સોલા, થલતેજ, ભૂયંગદેવ, પકવાન, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ

અમદાવાદ : રાજ્યમાં સારા વરસાદ છતાં હજુ વરસાદની 18 ટકા ઘટ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરા અને પંચમહાલના હાલોલમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ઘાટલોડિયા, રાણીપ, નવા વાડજ, સોલા, થલતેજ, ભૂયંગદેવ, પકવાન, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વના ગીતામંદિર, ઓઢવ, રખિયાલ, સોનીની ચાલી, નરોડા, નારોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડીવાર વરસેલા વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

(9:40 pm IST)