Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

બારડોલી તાલુકામાં કોરોનાનો રાફડો ફાટ્યો : એક જ દિવસમાં 29 કેસો નોંધાતા ફફડાટ

કોરોનાની કુલ સંખ્યા 1093 પર પહોંચી : મૃત્યુઆંક 32 થયો

બારડોલી તાલુકામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ જ આજે એક જ દિવસમાં 29 કેસો નોંધાયા હતા. તાલુકામાં કોરોનાની કુલ સંખ્યા 1093 પર પહોંચી હતી. જ્યારે મૃતકાંક 32 થયો હતો.
     બારડોલીની આકૃતિવિલા સોસાયટીમાં 34 વર્ષીય પુરુષ, જનતા નગરમાં 28 વર્ષીય મહિલા, એસ.કે. પાર્કમાં 17 વર્ષીય કિશોર, 50 વર્ષીય પુરુષ અને 56 વર્ષીય પુરુષ, બાબેનમાં 35 વર્ષીય પુરુષ, રાધા બાગમાં 33 વર્ષીય મહિલા, 14 વર્ષીય કિશોર, 9 વર્ષીય બાળકી અને 40 વર્ષીય પુરુષ, તુલસી બંગલોઝમાં 16 વર્ષીય કિશોરી, 40 વર્ષીય મહિલા, 46 વર્ષીય પુરુષ, 22 વર્ષીય મહિલા, 45 વર્ષીય મહિલા અને 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તુલસી બંગલોઝમાં નવા 6 ઉપરાંત રવિવારે પણ 6 કેસો નોંધાય ચુક્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તાલુકાના બાબેનમાં 55 વર્ષીય મહિલા, મોરીના પટેલ ફળિયામાં 40 વર્ષીય પુરુષ, વાંકાનેરના ઝંડા ચોક ફળીયામાં 26 વર્ષીય મહિલા, 55 વર્ષીય પુરુષ, 23 વર્ષીય મહિલા અને 45 વર્ષીય મહિલા, સરભોણમાં 38 વર્ષીય પુરુષ અને 48 વર્ષીય પુરુષ, નિણતના પટેલ ફળીયામાં 52 વર્ષીય પુરુષ, બાબેનના શબરી ધામમાં 39 વર્ષીય મહિલા, 18 વર્ષીય યુવક, વાંસકુઈના બાવળી ફળિયામાં 71 વર્ષીય પુરુષ અને 68 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

(10:41 pm IST)