Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વિરમગામના ઘોડા ખાતે ચોપડા વિતરણ, કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના શૈક્ષણિક વિદ્યા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના શૈક્ષણિક વિદ્યા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઘોડા ગામમાં ચોપડા વિતરણ તેમજ કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન  ગૌતમભાઈ ગેડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન અમદાવાદ જિલ્લા ઘટકના પ્રમુખ મહેન્દ્રભાઈ શ્રીમાળી, ઉપપ્રમુખ મગનભાઈ શ્રીમાળી (વાંસવા), મહામંત્રી કિશોરભાઈ દવે, ખજાનચી મેહુલભાઈ, વિરમગામ તાલુકાના પ્રમુખ કિશોરભાઈ તેમજ વિરમગામ તાલુકાના કારોબારી સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેઓના વાલીઓ નિ:સહાય હોય  તેવા બાળકોને ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ રાજ્યકક્ષા દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું તથા હાલના વર્તમાન કોરોના ના સમયમાં તેમજ લોકડાઉન દરમિયાન ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના જે જે લોકોએ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી તેવા વિરમગામ તાલુકાના તમામ લોકોને કોરોના વોરિયર્સના સર્ટિફિકેટ તેમજ અમદાવાદ જિલ્લા ઘટકના ઉપ પ્રમુખ મગનભાઈ શ્રીમાળી દ્વારા તમામને સાલથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

(7:34 pm IST)