Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

યુદ્ધ જહાજ INS વિરાટને તોડો નહીં, મ્યુઝિયમ બનાવો : લોકલાગણીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત

ગુજરાતના એક ટૂર ઓપરેટરે તો મ્યુઝિયમમાં ફેરવવા વિરાટ જહાજને સુધીની તૈયારી દર્શાવી

અમદાવાદ : ભારતીય નૌ સેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુદ્ધ જહાજ INS વિરાટની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે ભારતીય નૌકાદળ શાન ગણાતું આઈએનએસ વિરાટ એકાદ-બે દિવસમાં જ ભાવનગર સ્થિત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં પહોંચી રહ્યું છે. નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર આ જહાજને 2017માં રિટાયર કરાયુ હતુ. INS વિરાટએ અલંગ ખાતે ભંગાણ માટે આવનારૂ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે.

ભારતીય નૌકાદળનું વિમાન વાહક જહાજ INS વિરાટ તોડવામાં ન આવે તેવી સોશિયલ મીડિયામાં માંગ ઉઠી છે. આ ઇતિહાસ ધરાવતા આ ભવ્ય જહાજને મ્યુઝિયમ તરીકે ફેરવવામાં આવે તો નવી પેઢી નૌકાદળ ની જાણકારી મેળવી શકે આ જ વિચાર સાથે વિરાટ નું વિસર્જન ન થાય તે માટે સોશિયલ મીડિયામાં માંગ ઉઠી છે.

ગુજરાતમાં પણ હવે વિરાટ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુધી રજૂઆત પહોંચી છે. એટલું જ ગુજરાતના એક ટૂર ઓપરેટરે તો મ્યુઝિયમમાં ફેરવવા વિરાટ જહાજ ને સુધીની તૈયારી દર્શાવી છે.

ભારતીય નૌકાદળ શાન ગણાતું આઈએનએસ વિરાટ એકાદ-બે દિવસમાં જ ભાવનગર સ્થિત અલંગ શિપ યાર્ડમાં પહોંચી રહ્યું છે. ૨૮૦૦૦ ટન વજન ધરાવતું વિરાટઅલંગ શિપયાર્ડ અલંગ શિપ યાર્ડ માં ભાંગીને ભૂક્કો થઈ જશે ત્યારે આ વિરાટ જહાજ ને મ્યુઝિયમ રૂપે મૂકવા માંગ ઉઠી રહી છે.

(6:31 pm IST)