Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મોડાસાના દેવરાજધામથી 20 વર્ષીય મહિલાનું અપહરણ થતા ચકચાર મચી જવા પામ્યો: ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ખાત્રજ ચોકડી નજીકથી ઝડપ્યા

મોડાસા:બાયપાસ માર્ગના બાજકોટ નજીકના દેવરાજધામ પાસે ખુલ્લામાં રહેતા મુકેશભાઈ ડામોરના પત્નિ શીતલબેન(ઉ.વ.૨૦)નું ગત શનિવારે અપહરણ કરાયું હતું.ઈન્ડીકા કાર લઈ આવી ચડેલા અજાણ્યા શખ્શોએ આ મહિલાને બળજબરી પૂર્વક કારમાં ખેંચી કાર ભગાડી મૂકતા જ ચકચાર મચી હતી.પંથકમાં ચકચાર મચાવનાર આ ઘટના અંગે અપહ્વત મહિલાના પતિ એ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસ હરક્તમાં આવી હતી.અને ગુનાની ગંભીરતા ધ્યાને લઈ મહિલા અપહરણની તપાસ જિલ્લા એલસીબી પોલીસને અપાઈ હતી.એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર.કે.પરમાર સહિતની ટીમે હયુમન ઈન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતાં આરોપીઓ દાહોદ જિલ્લાના હોવાનું પ્રારંભિક તપાસમાં જણાઈ આવ્યું હતું.પરંતુ આરોપી ઓનો પત્તો નહી  લાગતા બાતમીદારો કામે લગાવાયા હતા.તપાસ અધિકારીને મળેલ બાતમીના આધારે અરવલ્લી એલસીબી પોલીસ ટીમે મહેમદાવાદ તાલુકાની  ખાત્રજ ચોકડી માર્ગે છાપો માર્યો હતો.અને પાંચ આરોપીઓના કબ્જામાંથી અપહ્વત મહિલાને હેમખેમ છોડાવી હતી.એલસીબી પોલીસે આ ચકચારી મહિલા અપહરણ ગુનામાં સંડોવાયેલ રામુભાઈ મકસીભાઈ ડામોર,સુરેશભાઈ રામુભાઈ ડામોર અને અલ્કેશભાઈ રામુભાઈ ડામોર રહે.ખરવાણી,તા.ઝાલોદ,જિ.દાહોદ,કિશોરભાઈ રામુભાઈ દોઢિયાર રહે.થેરકા,તા.ઝાલોદ અને ગીતાબેન અભેસીંગ ભારૃભાઈ બોહા રહે.ખરોડ,તા.જિ.દાહોદના ઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:59 pm IST)