Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વડોદરાના દંતેશ્વર હાઉસિંગના મકાનમાં 55 વર્ષીય હવસખોર સિક્યુરિટીએ 6 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી બીભત્સ અડપલાં કરતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા: શહેરમાં દંતેશ્વર હાઉસીંગના મકાનમાં રહેતા ૫૫ વર્ષની વયના હવસખોર સિક્યુરિટી જવાને છ વર્ષની બાળાને ચોકલેટની લાલચે ઘરે બોલાવીને પછી તેના ખોળામાં બેસાડી બીભત્સ અડપલા શરૃ કર્યા હતા. જે  ગુનામાં મકરપુરા પોલીસે આધેડને પકડીતેની વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતાપનગર વિસ્તારમાં રહેતા દંપતી ફૂટપાથ પર જૂના કપડા વેચવાનો ધંધો કરી પરિવારનું ભરણપોષણ કરે છે. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે બે પુત્રી અને પતિને ઘરે મૂકીને પરિણીતા નાના પુત્રને લઇ સસરાના ઘરે ગઇ હતી. બપોરે ત્રણ વાગ્યે પરિણીતા ઘરે આવી ત્યારે તેની છ વર્ષની માસૂમ પુત્રી રડતી હતી. પુત્રીએ માતાને તેની કાળઘેલી ભાષામાં પોતાની આપવીતી કહી હતી કે બપોરે જાલમસીંગ દાદાએ મને ૧૦ રૃપિયા આપી વિમલ  (ગુટખા) તથા ચોકલેટ લેવા દુકાને મોકલી હતી. હું ગલ્લા પરથી એક વિમલ અને પાંચ રૃપિયાની  ચોકલેટ લઇ આવી હતી. વિમલ આપવા માટે  હું જાલમસીંગ દાદાના ઘરમાં અંદર ગઇ ત્યારે તેમણે મને પકડીને તેમના  ખોળામાં બેસાડી દીધી હતી.  ત્યારબાદ જાલમસીંગ દાદા મારા શરીર પર હાથ ફેરવીને અડપલા કરવા લાગ્યા હતા. મે ગભરાઇને રડવાનું શરૃ કરી દેતા દાદાએ મને છોડી દીધી હતી. જેથી હું  દોડતી દોડતી ઘરે આવી ગઇ હતી. પુત્રીની વાત  સાંભળીને માતા-પિતા બંન્ને જાલમસીંગના ઘરે ઠપકો આપવા ગયા હતાતે મારી દીકરી સાથે શું કર્યુ ? તેવું કહેતા જ જાલમસીંગ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરીને ધમકી આપી હતી કે  આ એરિયામાં તમને રહેવા નહી દઉતમને હું જોઇ લઇશ.

જેથી માતા પિતા બંન્ને પોલીસ મથકે દોડી આવ્યા હતા. માતાની ફરિયાદના આધારે મકરપુરા પી.આઇ. આર.એ. પટેલે આરોપી જાલમસીંગ મીરચંદ વણઝારા (રહે. દંતેશ્વર હાઉસીગના મકાનમાં)ને ઝડપી લીધો છે.  પંચાવન વર્ષનો જાલમસીંગ સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે. તેની બે પુત્રીઓના લગ્ન થઇ ગયા હોઇ   બંન્ને પુત્રીઓ સાસરીમાં છે. જ્યારે તેની પત્ની ૧૦ દિવસથી પિયરમાં મરણપ્રસંગે ગઇ હોઇ ઘરમાં એકાંતનો ગેરલાભ ઉઠાવી બાળકીને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હતા.

(5:56 pm IST)