Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જીટીયુના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત ઓફલાઇન પરિક્ષાનો પ્રારંભઃ કોરોનાને લઇને સેનેટાઇઝર અને માસ્‍ક ફરજીયાત

અમદાવાદ: GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા યોજાઈ છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં એલ.ડી.એજીનયરીગ કોલેજમાં પરીક્ષા લેવાઈ રહી છે. મોટી સંખ્યામાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આ એ વિદ્યાર્થીઓ છે જેમને 3 વખત યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં ભાગ લીધો નથી. આજે 3 ફેઝમાં યોજાશે પરીક્ષા 1 કલાક અને 10 મિનિટ પરીક્ષાનો સમય છે. કોરોનાને લઈ સેનેટાઇઝર અને માસ્ક ફરજીયાત છે. સાથે જ દરેક વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનિગ પણ કરવામાં આવી રહ્યું છે. ઝીક ઝેક ફોર્મેટમાં વિધાર્થીઓને બેસાડવા આવ્યા છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

(4:41 pm IST)
  • માંડવી તાલુકાના કોડાય ગામ પાસેથી રોયલ્ટી વગર રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટર તથા એક હાઇવા ડમ્પર ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ access_time 6:34 pm IST

  • ભારત-ચીનના : કોર્પ્સ કમાન્ડર લેવલના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સરહદ મડાગાંઠ બાબતે ૬ઠ્ઠા રાઉન્ડની મંત્રણા ચાલુ છે. access_time 4:00 pm IST

  • નકસલ આતંક : દેશમાં સારા એવા પ્રમાણમાં ઘટી રહયો છે અને હવે દેશના માત્ર ૪૬ જીલ્લા પૂરતો સિમિત હોવાનું આજે સંસદમાં ગૃહ મંત્રાલયે જાહેર કરેલ. access_time 4:00 pm IST