Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોનામાં નિષ્ફળ સરકાર, પ્રજાને મારે દંડનો મારઃ વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસનો વિધાનસભામાં પ્રવેશ

અમદાવાદઃ આજથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્ય સરકાર કોરોનાને રોકવામાં નિષ્ફળ ગઇ હોવાના આરોપ સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા  અને ગ્યાસુદ્દીન શેખ બેનર સાથે પ્રવેશ્યા હતા તે સમયની તસ્વીર. રાજ્યમાં પ્રજા બેરોજગાર છે ત્યારે પોલીસ દડાનો માર મારી રહી છે તેવા આક્ષેપ તેઓએ કર્યો હતો.

(3:15 pm IST)
  • રાજકોટ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે છેલ્લાં 15 દિવસના આંકડાઓએ આરોગ્ય તંત્રને રાહત આપી છે. છેલ્લાં 15 દિવસ દરમિયાન રીકવરી રેટ 53 ટકાથી વધીને 76 ટકા પર પહોંચ્યો છે તેમ શ્રી ગુપ્તાએ જણાવ્યુ હતું. access_time 7:28 pm IST

  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST

  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST