Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ખેડુત બિલ અંગે કોંગ્રેસનો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસઃ મોદી સરકાર ખેડુતોનું અહીત ન કરેઃ સી.આર.પાટીલ

ભાજપ પ્રદેશ પ્રમુખે વિડીયો કોન્‍ફરન્‍સથી પત્રકાર પરિષદ સંબોધી

ગાંધીનગર : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી પત્રકાર પરિષદને સંબોધી હતી. પાટીલે જણાવેલ કે, ખેડુત બિલ અંગે કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે ખેડુતો માટે કશુ કર્યુ નથી. જયારે નરેન્‍દ્રભાઇ સતત ખેડુતોનું હિત થાય તેવા પગલા લઇ રહયા છે. બજેટમાં પણ ખેડુતોના ઉત્‍કર્ષની યોજનાઓ સામેલ છે.

ખેડુત બિલમાં ખેડુતને પોતાની ઉપજના વેચાણ અંગે ૩ દિવસના પેમેન્‍ટ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. મોદી સરકારે  સીધા જ ખેડુતોના ખાતામાં ૯ર હજાર કરોડ જમા કર્યા છે.  પહેલા ખેડુતો માટે ૮ લાખ કરોડની લોનની જોગવાઇ હતી. જે નરેન્‍દ્રભાઇ વધારીને ૧પ લાખ કરોડની કરી છે.

સ્‍વામીનાથન કમીટીના સુચનો ઉપર મોદી સરકારે એમએસપીને દોઢી કરી અમલમાં મુકી. ખેડુતોને ઉશ્‍કેરવા અને પોતાનું હીત જોવાની જ કોંગ્રેસની નીતીઃ ખેડુતભાઇઓ રાજકીય દુષ્‍પ્રચારને ધ્‍યાનમાં ન લેવાઃ કિશાન બીલના દરેક મુદામાં ખેડુતોને લાભ.

કૃષિની ઓથોરીટી સમા શરદજી જોષીએ પણ એમએસપીને સમર્થન આપેલ. કોંગ્રેસ ખેડુતોનું હીત નથી વિચારતી, ખેડુતને જયાં વધુ ભાવ મળતો હશે ત્‍યાં પોતાનો માલ વેચી શકશે, ખેડુતોને બીલથી અનેક ફાયદા, જમીનના નાના કટકા ભેગા કરી કંપની  સાથે કોન્‍ટ્રાકટ કરી કંપનીઓ જ માલ ખરીદશે. ખેડુતોને બિલથી લાભ જ છે. આ એક ક્રાંતિકારી પગલુ છે.

(1:46 pm IST)
  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST

  • ફાંસીવાદી સરકાર સામે સંસદથી સડક સુધી લડત આપીશ : કૃષિ બિલનો વિરોધ કરનાર 8 સાંસદો સસ્પેન્ડ થવા સામે મમતા બેનરજીનો આક્રોશ : લોકશાહીના નિયમોનું સરકાર ઉલ્લંઘન કરી રહી હોવાનો આક્ષેપ access_time 1:04 pm IST

  • રાજયની તમામ રજીસ્‍ટર્ડ ગૌ-શાળા અને પાંજરાપોળને રૂા.૧૦૦ કરોડની સહાયઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા access_time 4:36 pm IST