Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરતના યુવકને પોલીસે હેરાન કર્યો અને જાનથી મારી નાખવા પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે દેશ છોડ્યાની આપવીતીનો વિડિઓ વાયરલ કર્યો

યુવકે દેશ છોડ્યા બાદ પોતાના ઉપર થયેલી હેરાનગતિનો એક વિડીયો બનાવ્યો: રડતા રડતા આક્ષેપ સાથે આપવીતી જણાવી

સુરતના એક યુવકે પોતાને પોલીસે હેરાન કર્યો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ કરી પોતે દેશ છોડ્યાનું જણાવતો વિડિઓ વાયરલ કર્યો છે શોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક યુવકને પોલીસે હેરાન કર્યાની વાત સાથે જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ યુવાને હાલમાં ભારત દેશ છોડ્યા બાદ પોતાની આપવીતીનો વીડિયો વાયરલ કર્યો છે.


યુવકે આક્ષેપ કરતા વીડિયોમાં જણાવ્યું હતું કે, સુરતની અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા એક યુવાને એટલી હદે હેરાન કરવામાં આવ્યો કે તેને પોલીસથી પરેશાન થઈને ભારત દેશ છોડી દીધો છે. જોકે આ યુવકે દેશ છોડ્યા બાદ પોતાના ઉપર થયેલી હેરાનગતિનો એક વિડીયો બનાવ્યો છે. જેમાં રડતા રડતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી જતિન ગોહેલ તેને હેરાન કરવા સાથે 4 વખત જાનથી મારી નાખવાનો પ્રયાસના આક્ષેપ પણ કર્યો છે. તેને માર મારવા સાથે જેલમાં પુરી નાખી ખોટા કેસ પણ કર્યો છે.
આ ઉપરાંત આ યુવાનનું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું હતું. જોકે આ યુવકે આ મામલે અનેકવાર ફરિયાદ પણ કરી પણ તેની ફરિયાદ કોઈ લેતું ન હતું. ત્યારે આ યુવાન હવે દશની બહાર જઈને પોતાની આપવીતીનો વિડીયો બનાવી પોલીસના ઉચ્ચ અધિકારી સુધી પહોંચે તે માટે વાયરલ કર્યો છે

(12:12 am IST)