Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરતના ગોડાદરા વિસ્તારની સ્કૂલના વિદ્યાર્થીઓએ ગાંજાનું કર્યું સેવન !:વીડિયો વાયરલ થતા ચકચાર

સ્કૂલ યુનિફોર્મમાં સિગરેટમાં ગાંજો ભરીને પિતા જોવા મળ્યા

સુરતના ગડોદરા વિસ્તારની એક સ્કૂલના વિધાયર્થીઓ ગાંજાનું સેવન કરતા હોવાનો વિડિઓ વાયરલ થતા ચકચાર જાગી છે એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ  કર્યો હોવાનું મનાય છે

 

   સુરતના ગોડાદરા વિસ્તારમાં રાધેશ્યામ સ્કૂલના બાળકો ગાજાનું સેવન કરતા હતા. તે વાત નજીકમાં રહેલા એક યુવકને ખબર પડતાં આ યુવકે સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી હતી. જેમાં 12થી 15 વર્ષના બાળકો સ્કૂલ યુનિફોર્મમાં સિગરેટમાં ગાંજો ભરીને પિતા જોવા મળ્યા હતા.
જોકે જે રીતે સિગરેટના કસ મારતા હતા તે જોઈને ભલા ભલા ચોકી ઉઠે 3 બાળકોનો આ વિડીયો સોશલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જેને પગલે આવા બાળકો નહીં બગડે અને અન્ય બાળકોના પરિવાર આ ઘટનાની જાણકારી મળે તે માટે ખાસ આ વિડીયો વાઇરલ કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંજો વેચાય છે. પણ પોલીસ કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરતા બાળકો નશાના આદી બનવા લાગ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિડીયોના પગલે બાળકોના પરિવાર સાથે સુરત પોલીસ આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

 

(12:09 am IST)