Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સાધુ વિશ્વવલ્લભ સામે વધતો આક્રોશ : ફરિયાદ નોંધાવવા દલિત સમાજ દ્વારા પંચમહાલ અને સુરતમાં કોર્ટના દરવાજા ખખડાવ્યા

આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરના અટકાયતી પગલા ભરવાની માંગણી

ગાંધીનગર : સાધુ વિશ્વવલ્લભની દલિતો પર અભદ્ર ટિપ્પણી મામલે  દલિત સમાજમાં આક્રોશ વધ્યો છે આ મામલે પોલીસમાં અનેક ફરિયાદ છતા સહયોગ ના મળતા દલિત સમાજ દ્વારા પંચમહાલ અને સુરતમાં કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે .

પંચમહાલમાં સાધુ વિશ્વવલ્લભ સામે અશ્વિન મકવાણાએ એડી.સેશન્સ જજ એવી હિરપરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.સાધુ વિશ્વવલ્લભ સામે 1973ની કલમ-154 મુજબ ઇ.પી.કો.કલમ:153-અ,આઇટી એક્ટ-2000ની કલમ-67 તથા એટ્રોસીટી સુધારા એક્ટ-2015ની કલમ: 3 (1) આર,યુ તથા 3 (2) 5-એ મુજબની ફરિયાદ રાજગઢ પોલીસ સ્ટેશને નોંધાવવા ગયા હતા અને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરના અટકાયતી પગલા ભરવાની માંગ કરી હતી પરંતુ ફરજ પરના પોલીસ સ્ટેશન ઓફિસરે લેખિત ફરિયાદ નોંધવા આપેલી. સદર કોગ્નીજેબલ પ્રકારનો ગંભીર ગુનો હોવા છતા એફઆઇઆર નોંધી નહતી અને અરજી પણ સ્વીકારી નહતી.

ઘોઘંબા પોલીસ સ્ટેશનના ફરજ પરના અમલદારનાઓએ લેખિત ફરિયાદ નોંધવાની ના પાડતા નારાજ થઇ લિના પાટિલ, જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.પંચમહાલનાઓને લેખિત ફરિયાદ રૂબરૂમાં આપેલી. જે તેઓએ 3 દિવસમાં તપાસ કરાવી એફઆઇઆર કરીશું તેવો વિશ્વાસ અપાવ્યો હતો. 12 સપ્ટેમ્બરે DYSP એસસી. એસટી સેલ પંચમહાલના રાઠોડ સાહેબે ટેલિફોનિક સંદેશ આપી હાલોલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અમારૂ લેખિત નિવેદન નોંધેલ છે.

નિવેદન નોધાવ્યા બાદ અમોએ ફરીયાદ નોધવા બાબતે અવાર નવાર સંપકૅ કરવા છતાં રાજગઢ પોલીસે આજદીન સુધી અમારી ફરીયાદ નોધેલ નથી તથા જીલ્લા પોલીસ અધિક્ષકનાઓએ પણ લેખિત રજૂઆતમાં ફરીયાદ નોંધવાનો હુકમ કરેલ નથી.આમ રાજગઢ પોલીસના સત્તાધિશો આરોપી સ્વામીને છાવરે છે અને બચાવે છે અને અમારી ફરીયાદ નોંધતા નહતા. જેથી નારાજ થઇ ફરીયાદીએ પંચમહાલ જિલ્લાના એડીશનલ સેશન્સ જજ એવી હિરપરાની કોર્ટમાં ક્રમિનલ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે અરજીનો સ્વીકાર કરી જીલ્લા પોલીસ અધિક્ષક પંચમહાલને નોટીસ ફટકારી હતી અને વધુ સુનાવણી 14 ઓક્ટોબરે રાખી ફરિયાદ બાબતે પોલીસ દ્વારા થયેલી કાર્યવાહી અંગેનો લેખિત રિપોર્ટ જમા કરાવવા નોટીસ કાઢી આગામી મુદ્દત આપી હતી.

બીજી તરફ સુરતમાં પણ સામાજિક કાર્યકર પ્રવીણ મોખરા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.સુરત કોર્ટે ડીવાયએસપી એસસી એસટી સુરત સીટીને તપાસનો આદેશ કર્યો છે અને એક મહિનાની અંદર તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

જામનગરમાં પણ સાધુ વિશ્વવલ્લભ સામે દલિત સમાજ પર અભદ્ર ટિપ્પણી મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગયા રવિવારથી રાજયમાં દલિત સમાજ અને અન્ય જાગૃત લોકોમાં રોષનો મુદ્દો બનેલ સ્વામી વિશ્વ વલ્લભદાસની ટિપ્પણીમાં રાજય કક્ષાએ થયેલી રજૂઆત પછી પણ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. વિશ્વ વલ્લભદાસ દ્વારા દલિતો પર બંધારણીય રીતે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરી અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેના પરિણામે સ્વામી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની અને એટ્રોસીટી એક્ટ, IPC અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માટે 10 જેટલી જગ્યાએ દલિત સમુદાયના લોકો, આગેવાનો અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

(11:33 pm IST)