Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

નવલા નવરાત્રીએ એસટી તંત્ર દ્વારા કચ્છમાં માતાના મઢ જવા 200 જેટલી બસ ફાળવાઈ

ભુજ ડિવિઝનની ૯૦ બસ તેમજ હેસાણા, પાલનપુર, રાજકોટ અને જામનગર ડિવિઝનની ૧૧૦ બસ દોડાવાશે

 

ભુજ 6: નવલા નોરતાને હવે ગણતરીના દિવસો રહ્યાં છે  ક્ચ્છ કુળદેવી આશાપુરા માંના દર્શનાર્થે જવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે, ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા વર્ષે ૨૦૦ જેટલી બસ માતાના મઢ માટે ફાળવવામાં આવી છે.

કચ્છના લખપત તાલુકામાં આવેલા માતાના મઢમાં નવરાત્રી દરમિયાન દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીષ ઝુકાવવા માટે જાય છે, ત્યારે હજારો ભાવિકો દૂર દૂરથી પગપાળા ચાલીને માતાજીના દર્શન માટે આવી માનતા પૂર્ણ કરે છે. એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ ૨૦૦ જેટલી એસ.ટી. બસ માતાના મઢ માટે ફાળવાઇ છે. શ્રધ્ધાળુઓને સુવિધા માટે બસના પોઇન્ટ પણ અપાયા છે.

યાત્રાળુઓ માટે ભુજ ડિવિઝનની ૯૦ બસ તેમજ મહેસાણા, પાલનપુર, રાજકોટ અને જામનગર ડિવિઝનની ૧૧૦ બસ મળી કુલ ૨૦૦ બસ અનામત રાખવામાં આવી છે. ગત વર્ષે મેળા પેટે ૮૦થી ૯૦ લાખ સુધીની આવક થઈ હતી, તો વર્ષે પણ સવા કરોડ સુધીની આવકનો લક્ષ્યાંક છે.

(10:54 pm IST)