Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

નવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મોડાસા- અમદાવાદ એસ.ટી. બસના ડ્રાઇવરને ૫૦૦નો મેમો

સીટ બેલ્ટ બાંધ્યો નહી હોવાથી ડ્રાઈવરને રૂપિયા ૫૦૦નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાઈ

 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એસ.ટી.ના કર્મચારીઓ પર જિલ્લા ટ્રાફિક પોલીસની બાજ નજર જોવા મળી રહી છે. મોડાસા ડેપોમાંથી નીકળી મોડાસા-અમદાવાદ વાયા પુંસરી બસના ચાલક જગતસિંહ મકવાણા પણ ટ્રાફિકના નવા નિયમ કાયદાના સકંજામાં આવી ગયા હતા. મોડાસાથી અમદાવાદ વાયા પુંસરી બસ નં. GJ-18-Z-2583ના ચાલક કાયદાનું ઉલ્લઘન કરી સીટ બેલ્ટ બાંધ્યો હતો. જે પોલીસની નજરમાં આવતા જુના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પર તૈનાત પોલીસકર્મીએ બસ રોકી એસ.ટી. બસના ડ્રાઈવરને રૂપિયા ૫૦૦નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વની વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી કાયદાનું પાલન કરનારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને તેમાંય ખાસ કરીને સરકારી ગાડી ચલાવતા ડ્રાઇવરો કાયદાનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યા હતા, ત્યારે આવા કર્મચારીઓને પણ સકંજામાં કસવામાં આવી રહ્યા છે.

(10:51 pm IST)