Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

બાયડ નજીક ખેતરમાં ચંદનખોર ટોળકી ત્રાટકી : ૭ ચંદનના ઝાડ કટરથી કાપીને ચોરી કરીને ફરાર :૧૫ ઝાડ પર ઘા માર્યા

ખેતરમાં ઉભા ચંદનના ઝાડ કાપીને લઈ જવાતા ફફડાટ

 

બાયડ શહેરના ગાબટ રોડ પર આવેલા ખેતરમાં ચંદનચોર ટોળકી ત્રાટકી ચંદનના ઝાડ કાપી અને ૧૫ ઝાડ પર ઘા મારી રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી હતી. ખેતરમાં ઉભા ચંદનના ઝાડ કાપીને લઈ જવામાં આવતા ખેડૂતે બાયડ પોલીસને જાણ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  અંગે મળતી વિગત મુજબ બાયડ શહેરથી કિમી દૂર ગાબટ રોડ પર આવેલ વિઠ્ઠલ પટેલના ખેતરમાં રાત્રીના સુમારે ચંદન ચોર ટોળકી ત્રાટકી ખેતરમાં ઉભા ચંદનના ૧૪૦ ઝાડમાંથી ચંદનના ઝાડ કટરથી કાપી અને ૧૫ જેટલા ચંદનના ઝાડ પર કાપા મારી ઝાડની ચોરી કરી લઈ જતા. ૧૦ વર્ષની ભારે જહેમત પછી જતન કરેલા ચંદનના ઝાડની ચોરી થતા ખેડૂતને અંદાજે લાખ રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ઉપરાંત બાયડ પંથકમાં ચંદન ચોર ટોળકી સક્રિય થતા ચંદનના ઝાડની ખેતી કરનાર અને ખેતરમાં અને ઘર આગળ એકલ-દોકલ ચંદનના ઝાડ ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચંદનના ઝાડની ચોરી અંગે બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે ચંદન ચોર ટોળકીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(10:50 pm IST)