Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ચાણક્યપુરીમાંથી નકલી PSI પકડાતાં ચકચાર

ડુપ્લીકેટ એરગન પણ સાથે ફરતો હતો

અમદાવાદ, તા.૨૧ અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે નકલી પોલીસ કર્મચારી બની તોડ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સોલા પોલીસે આજે શહેરના ચાણકયપુરી વિસ્તારમાં એક નકલી પીએસઆઇની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપી પાર્થ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાર્થ નામનો આ શખ્સ આરપીએફની પરીક્ષા આપ્યા બાદ નાપાસ થતા પોલીસ કર્મીનો વહેમ રાખી ફરતો હતો તેમજ તે પોતાની સાથે ડુપ્લીકેટ એરગન લઈને ફરતો હતો. આ અંગે શંકા જતા પોલીસે યુવાનની પૂછપરછ કરી હતી. પોલીસે પૂછપરછ દરમિયાન આઈકાર્ડ માગતા નકલી પીએસઆઈનો ભાંડો ફૂટ્યો હતો. જો કે, પહેલા તો પાર્થ સોલા પોલીસને થાપ આપી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ સોલા પોલીસે તેને ચાણક્યપુરીમાંથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરી નકલી પીએસઆઇ બની કોઇ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો અમદાવાદ શહેર સહિત અન્ય કોઇ સ્થળોએ નકલી પીએસઆઇ બની કોઇ તોડ કર્યા છે કે કેમ તે સહિતના મુદ્દે હવે તપાસ આરંભી છે.

(9:27 pm IST)