Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પાટણ તાલુકાના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતતોના આયોજન માટે તાલુકા લેવલે તાલીમ કાર્યક્રમ યોજાયો

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માહિતી અને માર્ગદર્શન અપાયું

પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખની અધ્યક્ષતામાં નાયબ તાલુકા વિકાસ અધિકારી તેમજ  ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ  પટેલ પાટણ તાલુકા તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ સોલંકી  મામલતદાર દેવેનભાઇ પટેલ વિસ્તરણ અધિકારી હેમુભાઈ જોશીની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત ઓફિસ પાટણમાં પાટણ તાલુકાના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) અંગે એક દિવસીય તાલીમનું આયોજન કરેલ હતું

આ કાર્યક્રમની શરૂઆત કરતા પાટણ જિલ્લાના  ડીડીઓ પારેખ દ્વારા આ કાર્યશાળા નો હેતુ સમજાવી કાર્યક્રમ ની શરૂઆત કરેલ તેમજ gpdp ની શરૂઆત જરૂરિયાત અને ગ્રામ્ય કક્ષાએ gpdp નું મહત્વ સમજાવેલ ત્યારબાદ કાર્યક્રમમાં રીલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મહેતા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ ને સારૂ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં  થયેલા  અનુભવોની  વિગતવાર  માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

પાટણ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી  શૈલેષભાઈ પટેલ દ્વારા કાર્યશાળામાં ગ્રામ પંચાયત વિકાસ આયોજનમાં સરપંચ અને તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત વિકાસ આયોજન ની પ્રક્રિયા ની  વિસ્તૃત  માહિતી આપવા સાથે gpdp  બનાવ્યા બાદ  તેના કારણે થતાં ફાયદાઓની ચર્ચા કરી હતી

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર તાલુકા ના પાંચ ગામો મા ચાલતા ધન કચરા ના નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે થયેલ કામગીરી ની વિડીયો ફિલ્મ બતાવી અને પંચાયત દ્વારા આવા કામો કરી બીજા ગામો ને પ્રેરણા આપવા જણાવવા સાથે રીલાયન્સ ફાઉન્ડેશન માહિતી અને માર્ગદર્શન દ્વારા સમસ્યા નિવારણ અને ગ્રામ વિકાસ માટે હંમેશા કાર્યરત છે

બીજા તબક્કામાં તાલુકા કક્ષાએ અલગ-અલગ વિભાગોના પ્રથમ હરોળના  અધિકારીઓ સાથે મીટીંગ કરેલ હતી તેમજ આ કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે આજની મિટિંગમાં હાજર પાટણ તાલુકાના તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દરેક ગામને દરેક પરિવારને કુપોષણમાંથી મુક્ત કરાવવા માટે શપથ ગ્રહણ કરાવેલ હતું

વ્રજલાલ રાજગોર ની યાદીમાં જણાવેલ કે આગામી દિવસસો મા બાકીના તાલુકા ઓ માં પણ આ પ્રકારે જાગૃતિ લક્ષી તાલીમ નુ આયોજન કરી પાટણ જિલ્લાના વિકાસમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ પોતાનું યોગદાન આપશે,

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પારેખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  તેમજ  ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ  પટેલ પાટણ તાલુકા તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ સોલંકી  મામલતદાર દેવેનભાઇ પટેલ વિસ્તરણ અધિકારી હેમુભાઈ જોશી તેમજ રીલાયન્સ ફાઉન્ડેશન ના વિમલભાઈ ચૌધરી અને 47 સરપંચ 29 તલાટીઓ વિવિધ વિભાગના 37 ફ્રન્ટલાઈન વર્કર મળી કુલ 120 લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ

(8:53 pm IST)