Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વડગામ અને કાંકરેજ પંથકમાં અષાઢી માહોલ: બપોર બાદ અનરાધાર વરસાદ: માર્ગોમાં પાણી ફરી વળ્યાં

વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા : અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો

બનાસકાંઠા જિલ્લાના વડગામ અને કાંકરેજ પંથકમાં અષાઢી માહોલ સર્જાયો હતો.બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે

  વડગામ પંથકમાં બફારા બાદ ગરમીનો પ્રકોપ રહેવા પામ્યો હતો. ભારે ગરમી અને બફારા બાદ અચાનક એકાએક આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. બપોરના સમયે વરસાદ તુટી પડતાં લોકોને ગરમીમાં રાહત થઇ હતી.

    કાંકરેજ તાલુકાના શિહોરી સહીત ઉબરી, કંબોઇ વિસ્તારમા બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમા કાળા ડીબાંગ વાદળો છવાતા પવન સાથે અંદાજે વિસેક મિનિટ જોરદાર વરસાદી ઝાપડુ આવ્યુ હતુ. શિહોરી મામલદાર કચેરી ખાતે અડધો ઇંચ વરસાદ નોધાયો છે. અચાનક આવેલા વરસાદથી અનેક નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.તો બીજી બાજુ થરા વિસ્તાર કોરોધાકોર રહ્યો હતો.

(7:58 pm IST)