Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વડગામના ફતેગઢમાં અસામાજિકો દ્વારા ગાય પર તીક્ષ્ણ હથિયારથી હુમલો :શિંગડું કપાયું : લોકોમાં ભારે આક્રોશ

ગાયના કપાયેલ શીંગડાના ઘા માં જીવાત પડતા પશુ મોબાઈલ ટીમ બોલાવી સારવાર કરાવી

વડગામ તાલુકાના ફતેગઢ ગામમાંગાયમાતા ઉપર અસામાજીક તત્વો દ્વારા તિક્ષ્ણ હથીયારથી હુમલો કરીને ઇજા પહોંચાડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે ઘટનાની જાણ  થતાં જીવદયા પ્રેમીઓ દ્વારા તબીબ બોલાવીને સારવાર કરવવામાં આવી હતી

  આ અંગેની વિગત મુજબ વડગામ તાલુકાના ફતેગઢ ગામમાં ફરતી ગાય ઉપર અસામાજીક તત્વો દ્વારા ગાય ઉપર તિક્ષ્ણ હથીયારથી હુમલો કરતાં ગાયનું શિગંડુ મુળમાંથી કપાઇ ગયુ હતુ. કપાયેલા શિંગડામાં ઘામાં જીવાત પડી જતાં ગાયની દયનીય હાલત બની ગઇ હતી. આ અંગેની જાણ ગામના યુવા સમાજ સેવક પ્રદિપ પરમારને થતાં ગાયને પકડીને તાત્કાલિક છાપી ખાતેથી પશુ મોબાઇલ ટીમને બોલાવીને ગાયની સારવાર કરાવામાં આવી હતી.

પશુ તબીબ દ્વારા ગાયના શિગંડામાં પડેલ જીવાતને દવા લગાવીને સાફ કરી હતી. ફતેગઢમાં હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતી ગાયમાતા ઉપર થયેલા હુમલાથી ગામમાં તેમજ સમગ્ર વડગામ પંથકના લોકોમાં આક્રોશ ફેલાયો છે. આવા અબોલ પશુઓ ઉપર ક્રુરતાપૂર્વક હુમલો કરતા અસામાજીક તત્વોને ખુલ્લા પાડીને તેમની સામે કાયદાનો ગાળિયો કસાય તેવી કાર્યવાહી કરવા ધર્મપ્રેમી જનતામાંથી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

(10:09 pm IST)