Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વડગામના હરદેવસાણાંમાં દારૂની બદીએ મઝા મુકતા ગ્રામજનો ત્રાહિમામ : મામલતદારને આવેદન આપ્યું

ગામમાં બુટલેગરો બેફામ બનતા યુવાધન બરબાદીના પંથે: દારૂડિયા જાહેરમાં બીભત્સ વર્તન કરતા હોવાનો આક્ષેપ

વડગામ તાલુકાના હરદેવાસણા ગામમાં દારૂની બદીએ માઝા મુકતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.બુટલેગરો બેફામ બનતા યુવાવર્ગ પણ દારૂની લતે ચડી જતા યુવાધન બરબાદીના પંથે જઇ રહ્યો હોવાના આક્ષેપ હરદેવાસણાના પુર્વ સરપંચ સરદારભાઇ ચૌધરી દ્વારા કરાયા હતા અને ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી હતી 

   વડગામ તાલુકાના હરદેવાસણા ગામમાં દારૂની બેફામ મહેફિલો અને ગેરકાયદેસર વેચાણને લઇ ગ્રામજનો ત્રાહીમામ્ બન્યા છે. ગ્રામજનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી દોડી આવી દારૂની મહેફિલો અને વેચાણ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ગામમા દારૂ પીને દારૂડીયા તત્વો દ્વારા જાહેર માર્ગો ઉપર પણ ખુલ્લેઆમ બિભત્સ વર્તન કરતાં હોવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવાયું હતુ.

   ગામમા દારૂની બદીને બંધ કરાવવા વડગામ મામલતદાર આર.સી.ઠાકોર તથા વડગામ પોલીસના.એસ.આઇ. આર.એમ.મોહનીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમા ગામના સરપંચ રણછોડભાઈ પરમાર, પુર્વ સરપંચ સરદારભાઇ ચૌધરી તેમજ ગ્રામજનોએ વડગામ દોડી આવીને આવેદનપત્ર આપ્યું હતું.

(7:15 pm IST)