Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કડી-નંદાસણ રોડ નજીક આવેલ ઊંટવા ગામના પાટિયા પાસે ગેસ્ટહાઉસમાં ચાલતું કુટણખાનું પોલીસે માહિતીના આધારે ઝડપ્યું: ત્રણ યુવતીઓ સાથે મહિલા સંચાલકની ધરપકડ

કડી:કડી, નંદાસણ રોડ પર આવેલ ઉંટવા ગામના પાટિયા ઉપર થોડા સમય પહેલા શરૃ થયેલ ગેસ્ટહાઉસમાં દેહવિક્રય થતો હોવાની માહિતીને આધારે શુક્રવાર બપોરે મહેસાણા જિલ્લા ડીવાયએસપી મંઝીતા વણજારાની ટીમે રેડ પાડી ત્રણ યુવતીઓ અને મહિલા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.

કડીમાં એક મહિલા વિવિધ સ્થળોનો ઉપયોગ કરીને દેહવિક્રયનો ધંધો ચલાવતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી મહેસાણા પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ડીવાયએસપી મંજીતા વણઝારાની ટીમે કડીની જય ભોલે નામના ગેસ્ટ હાઉસમાં દેહવિક્રય ચલાવતી મહિલા સહિત ચારની અટકાયત કરી છે. સંચાલક મહિલા વોટ્સએપ ઉપર ફોટો મોકલી ગ્રાહકોને જે તે છોકરી સાથે સંપર્ક કરાવી ગેરકાયદેસર નાણાં રળતી હતી.

(5:51 pm IST)