Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય વિભાગના દરોડા: સરકારી ખાનગી એકમોમાં તમાકુનું સેવન કરનાર વ્યસનીઓને દંડ ફટકારવામાં આવ્યો: હોટલો-દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયા

ગાંધીનગર: શહેર તથા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા આજે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જેમાં સરકારી તેમજ ખાનગી એકમોમાં તમાકુંનું સેવન કરતા વ્યસનીઓને દંડ ફટકારીને તેમને સમજણ આપવામાં આવી હતી ઉપરાંત હોટલો તથા દુકાનોમાં ચેકીંગ દરમિયાન મળી આવેલા અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ ૧૫ વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી.

અંગે ગાંધીનગર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. યોગીતા તુલશીયાને જણાવ્યું હતું કે, સંભવીત રોગચાળાને ધ્યાનમાં રાખીને આજે ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન નાના ચિલોડા ખાતે આવેલા આલોક ટેનામેન્ટ પાસે ગંદકી અને ડેન્ગ્યુના પોરા મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા જેથી સોસાયટીના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત બીએસએનએલની ઓફિસની આસપાસ ચેકીંગ કરવાની સાથે અહીં કર્મચારીઓની પણ તમાકું નિયંત્રણ અંગે તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી ઘણા કર્મચારીઓ તમાકુંનું શેવન કરતા હોવાનું જણાઇ આવ્યું હતું

(5:51 pm IST)