Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરતના ઉઘનામાં પોલીસે છાપો મારી 1 લાખની ઈમ્પોર્ટેડ સિગરેટ સાથે બે ભાઈઓની રંગેહાથે ધરપકડ કરી

સુરત:ઉધનાની ટોબેકો શોપમાં પોલીસે છાપો મારીને ચેતવણીની છાપ વીનાની રૃા.99 હજારની ઇન્પોર્ટેડ સિગારેટના 330 પેકેટ કબજે કરી બે ભાઇઓની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના પોલીસે ગતરાત્રે શ્રી સાંઈ જલારામ સોસાયટી દુકાન નં.1 સ્થિત ફેમસ જરદા ટોબેકોમાં છાપો મારી તપાસ હાથ ધરતાં ત્યાં જુદી જુદી કંપનીની ચેતવણીની કોઈપણ પ્રકારની છાપ વિનાની વિદેશી બનાવટની રૃ.99 હજારની કિંમતની સિગારેટના 330 પેકેટ મળી આવ્યા હતા.

(5:45 pm IST)