Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરતમાં શાકભાજીના ભાવમાં ભડકો : ડુંગળીની કિંમત આસમાને : મંગળવારે સ્ટોકિસ્ટો સાથે પુરવઠાની મિટિંગ

વરસાદી સીઝનમાં આવક ઘટતા ભાવમાં થયો વધારો : કસ્તુરીનું ઉત્પાદન ઘટ્યું

સુરતમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અને સામાન્ય માણસોને ડુંગળી વધુ રડાવી શકે છે.ડુંગળીનું પ્રતિ કિલો રૂપિયા 70 નાં ભાવે વેચાણ થઇ રહ્યુ છે. 

   સુરતમાં શાકભાજીનાં ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકોની મુસિબતમાં વધારો થયો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરે તાકિદે બેઠક બોલાવવા આદેશ કર્યો છે. પુરવઠા વિભાગનાં કાંદાનાં સ્ટોકિસ્ટો સાથે મિટિંગ કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આ મિટિંગ 24 સપ્ટેમ્બરનાં રોજ થશે. ભાવ વધારા પાઠળ વરસાદની અસર હોવાની વાત સામે આવી રહી છે

    સુરતનાં એપીએમસી માર્કેટમાં જ્યા ડુંગળીનો સ્ટોક આવતો હોય છે, અહી મહારાષ્ટ્રનાં નાસિક વિસ્તારથી ડુંગળીનો સ્ટોક અહી વેચાણઅર્થે આવતી હોય છે. સુત્રોનું કહેવુ છે કે આ વખતે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે, જેની અસર શાકભાજીનાં ભાવ પર પડી રહી હોવાનું સામે આવી રહ્યુ છે. સામાન્ય રીતે લીલા શાકભાજીનું ઉત્પાદન વરસાદી સીઝનમાં ઘટતુ હોય છે, સાથે સાથે નાસિકમાં પડેલા ભારે વરસાદનાં કારણે ડુંગળીનો પાકનું ઉત્પાદન ઘટી રહ્યુ હોવાથી જેની સીધી અસર છૂટક માર્કેટમાં જોવા મળી રહી છે. જેટલો માલ આવવો જોઇએ તેટલો માલ ન આવતા સુરત વાસીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

(12:12 pm IST)