Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જીએસટી કાઉન્સિલના નિર્ણંયથી સુરતના હીરા ઉદ્યોગને મળશે રાહત : રત્નકલાકારોને ફાયદો

ડાયમંડ જોબવર્ક માં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરાયો

 

સુરત : જીએસટી કાઉન્સીલે પોતાની 37મી બેઠકમાં એક્સપોર્ટ અને હોટલ જેવા ઉદ્યોગો માટે ભેટનું એલાન કર્યું છે. સાથે , ખાસ ક્ષમતાના વાહનો પર પણ જીએસટી રેટમાં ઘટાડો કર્યો છે   નવા દરો 1 ઓક્ટોબરથી લાગૂ થશે.

ખાસ કરીને હીરા ઉદ્યોગ માટે સરકારની મહત્વની જાહેરાત કરી છે.હીરા ઉદ્યોગકારોના માનવા મુજબ જીએસટી કાઉન્સિલના નિર્ણંયથી હીરા ઉદ્યોગને રાહત મળવાની સાથે  રત્નકલાકારોને ફાયદો થશે.

  ડાયમંડ જોબવર્ક સર્વિસમાં GSTમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોબવર્કમાં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયના કારણે રત્ન કલાકારોને ફાયદો થશે.

(12:26 am IST)