Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રાજ્યની તમામ આરટીઓ રવિવારે પણ ચાલુ રહેશે

લોકોના હિતમાં નિર્ણય કરાયો

અમદાવાદ,તા.૨૦ : મોટરવાહન અધિનિયમ (સુધારા)-૨૦૧૯ તથા અન્ય લગત નિયમોના કારણે જાહેર જનતામાં લાયસન્સ, આરસી બુક, પીયુસી, એચએસઆરપી નંબર પ્લેટ વિગેરે બાબતે ઘણી જાગૃતિ આવી છે. અરજીઓનો નિકાલ કરાવવા તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે. તેથી નાગરિકોના હિતમાં વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુની સુચનાનુસાર રાજ્યની તમામ આરટીઓ/ એઆરટીઓ કચેરીઓ રાબેતા મુજબ આગામી તા.૨૨ સપ્ટેમ્બર-૨૦૧૯ રવિવારના રોજ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવસે ડ્રાયવીંગ લાયસન્સ સંબંધીત લર્નીંગ લાયસન્સ, ડ્રાયવીંગ લાયસન્સ, લાયસન્સ રીન્યુઅલ રી-ટેસ્ટ અને હયાત લાયસન્સના વર્ગમાં ઉમેરો કરવાની સેવાઓ આપવામાં આવશે નહીં, જેની નાગરિકોને નોંધ લેવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(9:48 pm IST)