Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રાજ્યના 14 જાહેર નિગમોમાં કરોડોની ખોટ :12,800 કરોડના હિસાબ રજૂ કરવામાં સરકારના ઠાગાઠૈયા;કોંગ્રેસે સાધ્યું નિશાન

 

અમદાવાદ :કોંગ્રેસે કેગના અહેવાલને લઇને રાજય સરકાર પર નિશાન સાધ્યુ છે. કેગના અહેવાલમાં 14 જાહેર નિગમોની કરોડોની ખોટ મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.ખાસ કરીને જીએસપીસી અને એસટી નિગમની વધી રહેલી ખોટને લઇને સરકાર પર પ્રહાર કર્યા છે

  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એસટી નિગમની સરકાર તેના સ્વાર્થ માટે ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. તો બાર હજાર આઠસો કરોડના હિસાબો રજૂ કરવામાં ઠાગાઠૈયા કર્યાનો પણ આક્ષેપ કર્યો છે.

(11:51 pm IST)