Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રાજ્યમાં ચોમાસામાં કાળઝાળ ઉનાળાનો અહેસાસ :ભુજમાં તાપમાન 40,2 ડિગ્રી:ડીસામાં 39,5 અને અમદાવાદમાં 38,7 ડિગ્રીએ પહોંચ્યું

 

રાજ્યમાં ચોમાસામાં કાળઝાળ ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. ભાદરવાના તાપથી લોકો પરેશાન થઈ ગયા છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજ્યમાં સૌથી ગરમ શહેર ભુજ નોંધાયું છે.

ભુજનુ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે ડીસાનુ મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી અને અમદાવાદનુ મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું છે. ભાદરવામાં આકાશમાંથી જે રીતે અગનજ્વાળા વરસી રહી છે તે જોતા લોકો ભરઉનાળે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

(11:47 pm IST)