Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દિલીપ ઠાકોરનો વિરોધ કરવાનો મેસેજ વાયરલ

મંત્રીના પુત્રને લઇને નારાજગી

અમદાવાદ,તા.૨૧: બનાસકાંઠામાં મીની અંબાજી તરીકે ઓળખાતા દિયોદર તાલુકાના સણાદર ઘામે ભાદરવી પુનમના રોજ મેળો યોજાવાનો છે અને આ મેળાને ગુજરાત સરકારના મંત્રી દિલીપ ઠાકોર ખુલ્લો મુકવાના છે ત્યારે ઠાકોર સેનાના પ્રદેશ મંત્રીએ દિલીપ ઠાકોરનો ઉગ્ર વિરોધ કરવાનો મેસેજ વાયરલ કરતા વહીવીટતંત્રમાં ઉહાપોહ સર્જાયો છે. ગુજરાત રાજ્ય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે આજે સણાદર ખાતે આવતા ગુજરાત સરકારના મંત્રિ દિલીપ ઠાકોરનો વિરોધ કરતો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં મંત્રી દિલીપ ઠાકોરના પુત્રે ઠાકોર સમાજની ત્રણ દિકરીઓ સાથે લગ્ન કરીને બાદમાં તેમને તગેડી મુકી છે.

(10:01 pm IST)