Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ગાંધીનગરના સે-24માં સોમવારથી દબાણ હટાવ કામગીરી હાથ ધરવાનું તંત્રનું સૂચન

ગાંધીનગર:શહેરમાં છેલ્લા પખવાડીયાથી કોર્પોરેશનની ટીમો દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે સે-ર૪માં ભાજપના નેતાના ભાઈનું દબાણ નહીં તોડાતાં વિરોધ થયો હતો ત્યારે કોર્પોરેશનની ટીમ આજે સે-ર૪ શ્રીનગરમાં પહોંચી હતી અને દબાણકારોને રવિવાર સુધીમાં માલસામાન ખસેડી લેવા તાકીદ કરી હતી. સોમવારથી આ વિસ્તારમાં દબાણો તોડવાની કામગીરી શરૂ કરવાનું નક્કી કરાયું છે. 

ગાંધીનગર શહેરમાં પાર્કીંગના મુદ્દે શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ હવે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ ઉપર કેન્દ્રિત થઈ છે તેમાં પણ ખાસ કરીને સે-ર૪માં ગુજરાત હાઉસીંગબોર્ડની વસાહતમાં ઉભા થયેલા દબાણો તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ૧૫૦થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે શ્રીનગરમાં ભાજપના નેતાના ભાઈના મકાનનું દબાણ અને કોર્પોરેશનની ચૂંટણી હારી ગયેલા ભાજપના નેતાના મકાનનુ દબાણ આવતા કોર્પોરેશનની ટીમ થંભી ગઈ હતી.

(5:10 pm IST)