Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ગાંધીનગર સે-28માં દુકાનને સીલ કરવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા દુકાનદારોએ હાઇકોર્ટમાં અરજી કરી

ગાંધીનગર: શહેરમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારમાં ઉભી થયેલી કોમર્શિયલ પ્રવૃતિને ડામવા માટે કડક હાથે કામ લેવામાં આવી રહયું છે ત્યારે  સે-ર૮માં પણ ધરતી એપાટેમેન્ટમાં આવેલી રહેણાંક વિસ્તારમાં ઉભી થયેલી છ દુકાનોને સીલ કરવા માટે કોર્પોરેશન દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે જેના પગલે આ દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટમાં આ નોટિસને પડકારી છે અને જે તે સમયે ઈમ્પેકટ ફી ભરવા માટે રજૂઆત કરાઈ હોવાનું પણ ઉલ્લેખાયું છે જેથી આ સંદર્ભે કોર્ટે કોર્પોરેશન, શહેરી વિકાસના સચિવ અને ગ્રામ ગૃહ નિર્માણને નોટિસ કાઢી છે અને આ અરજીની વધુ સુનાવણી રપ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે. નોંધવું રહેશે કે કોર્પોરેશનની આ સીલીંગ ઝુંબેશને કારણે અન્ય સેકટરના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયેલો છે.

(5:10 pm IST)