Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વાસંદા નજીક ટેમ્પોમાં ગાયોની હેરાફેરી કરનાર શખ્સના જમીન કોર્ટે નામંજૂર કર્યા

વાંસદા:દસ જેટલી ગર્ભવતી ગાયોને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માત્ર ૭ ફૂટની પહોળાઇ ધરાવતા ટેમ્પોમાં ખીચોખીચ, ઠાંસી ઠાંસીને ભરી, ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા વિના કરાઇ રહેલી ૧૮૦૦ કિલોમીટર જેટલી થઇ રહેલી હેરફરના એક કેસમાં આરોપીઓના જામીન નામંજુર કરી આહવાની એડીશન સેશન્સ કોર્ટે, માનવિય અભિગમ સાથે અબોલ અને મુંગા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવનારા તત્વો સામે ફીટકાર વરસાવી છે.

આહવાથી થર્ડ  (એડ-હોક) એડીશનલ સેશન્સ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ શ્રી અમીતકુમાર કાનાણી દ્વારા જારી કરાયેલા એક આખરી હુકમમાં જણાવ્યા અનુસાર દસ જટેલી ગર્ભવતી ગાયોની અમાનવિય રીતે હેરફેર કરતા અને માત્ર નાણાંકીય લાભ માટે મુંગા, અબોલ પ્રાણીઓ પ્રત્યે ઘાતકી ક્રૂરતા દાખવનારા રાજસ્થાનના જીવનરામ હેમારામ સોલંકી, (રહે. બીરીયાલા કી ધાની, તા. ભોપાલ, ગંઢજી, જોધપુર). સતરામ તલસારામ રબારી (રહે. વાડા ભાડવી, તા. બાગોડા, જિ. જાલોર) અને ભલારામ સવાજી રબારી (રહે. વાડા ભાડવી, તા. બાગોડા, જિ. જાલોર)ના જામીન મેળવવા બાબતનો કેસ આહવા ન્યાયાલયમાં ચાલ્યો હતો.

(5:09 pm IST)