Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કપડવંજ-મોડાસા હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજા

કપડવંજ:મોડાસા રોડ ઉપર આઈશર ટ્રક સાથે અથડાતા ટ્રક ચાલકને ઈજા થઈ હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ રાજસ્થાનના શાહબુદીન દિનુખાન ગઈકાલે સાંજે ટ્રક નં. એચઆર ૫૮ બી ૬૯૫૫ હંકારી કપડવંજ મોડાસા રોડ ઉપર પસાર થતા હતા ત્યારે આલમપુર પેટ્રોલ પંપ નજીક પૂર ઝડપે આવેલ આઈશર નં. જીજે ૭ વાય ઝેડ ૪૪૫૭ ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા ટ્રક ચાલક શાહબુદ્દીનના પગે ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે શાહબુદ્દીનની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે આઈસર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

(5:08 pm IST)