Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

નડિયાદ-ડાકોર હાઇવે પર ઓવરટેક કરી મોટર સાયકલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા

નડિયાદ:નડિયાદ-ડાકોર રોડ ઉપર કંજોડા પાટીયા નજીક ઓવરટેક કરવા જતી મોટર સાયકલ ટ્રક પાછળ ઘુસી જતા બાઈક ચાલક સહિત બેને ઈજા થઈ હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ જવાહર નગરમાં રહેતા વલ્લભભાઈનું જશમતભાઈ પટેલ ગત તા. ૧૮-૯-૧૮ના રોજ મોટર સાયકલ નં. જીજે ૦૭ સી એન ૩૬૬૬ ઉપર પારૂલબેનને બેસાડી નડિયાદ ડાકોર રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે કંજોડા પાટીયા નજીક બાઈક ચાલક બાઈક ચાલક આગળ ઊભેલી ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી વાહનો આવતા હોઈ એકદમ બ્રેક મારતા મોટર સાયકલ ટ્રક પાછળ અથડાઈ હતી. જેથી બાઈક ચાલક વલ્લભભાઈ પટેલ તથા પારૂલબેનને ઈજા થઈ હતી. 
આ બનાવ અંગે વલ્લભભાઈ જશમતભાઈ પટેલની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:08 pm IST)