Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

માતર તાલુકાની ખાંધલી નહેરમાં અજાણ્યા યુવાનનો પાણીમાં ગરકાવ થતા કમકમાટી ભર્યું મોત

માતર: તાલુકાના ખાંધલી સીમમાં એક અજાણ્યા યુવાન અકસ્માતે નહેરમાં પડી જતા ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના ખાંધલી સીમમાંથી મોટી નહેર પસાર થાય છે. આ નહેરમાં આજે બપોરે અઢી વાગ્યાના સુમારે ૨૫ થી ૩૦ વર્ષના આશરાનો યુવાન અકસ્માતે નહેરમાં પડી જતા ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ નહેરમાં પડી યુવાનની લાશને બહાર કાઢી હતી. જોકે આ અજાણ્યો યુવાન કેવી રીતે પડી ગયો તેમજ આ યુવાન કોણ છે, ક્યાંનો છે, તે અંગેની કોઈ જાણકારી મળેલ નથી. 
આ બનાવ અંગે ખાંધલીના સરપંચ બ્રિજેશભાઈ ભૂપેન્દ્રસિંહ પટેલે જાણ કરતા માતર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:07 pm IST)