Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કપડવંજમાં અગમ્ય કારણોસર આશાસ્પદ યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

કપડવંજ:માં રહેતા એન્જિનિયર યુવકે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાધાના બનાવે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. 
મળેલ વિગત મુજબ કપડવંજ રત્ન સાગર સોસાયટીમાં વિવેક સુથાર નામનો એન્જિનિયર એકલો રહે છે જ્યારે તેના પરિવારજનો ચાંદલોડીયા અમદાવાદમાં રહે છે. વિવેક ડાકોર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે કોઈપણ સમયે કોઈ અગમ્ય કારણસર ઘરમાં પંખા સાથે લટકી જઈ ગળે ફાંસો ખાધો હતો. સાંજ સુધી મકાનનો દરવાજો ન ખુલતા પડોશમાં રહેતા પરિવારને શંકા ગઈ હતી. અને ઘરનો દરવાજો તોડી ઘરમાં જોતા વિવેક ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જેથી આ અંગે કપડવંજ ટાઉન પોલીસને જાણ કરી હતી. આ લખાય છે ત્યારે કપડવંજ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે. 
જોકે ૩૦ થી ૩૫ વર્ષના વિવેકે કયા કારણસર આપઘાત કર્યો તે જાણવા મળેલ નથી. આ લખાય છે ત્યારે હજુ સુધી કપડવંજ ટાઉન પોલીસમાં કોઈ નોંધ થઈ જ નથી.

(5:06 pm IST)