Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

આજે મોહર્રમ : અમદાવાદ - રાજકોટ સહિત ગુજરાતભરમાં તાજિયા ઝુલૂસ

રાજકોટ તા. ૨૧ : ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓએ ઇસ્લામને કાજે કરબાલાના મેદાનમાં વહોરોલી શહાદતની યાદમાં આજે મોહર્રમ છે ત્યારે અમદાવાદ - રાજકોટ સહિત ગુજરાતમાં દર વર્ષની જેમ આ વખતે પણ પરંપરાગત રૃટ પરથી તાજીયાના જુલૂસ નીકળશે. ગઇકાલે ગુરૃવારે કતલની રાત હતી.

શુક્રવારે બપોરે ઝોહરની નમાઝ બાદ તાજીયાની શરૃઆત થશે. અમદાવાદમાં આ વર્ષે પરંપરાગત રૃટ પરથી ૯૩ તાજીયા, ૨૪ અખાડા, ૨૮ ઢોલ પાર્ટી, ૨૪ ટ્રક, ૭ ઉંટગાડી, ૧૪ નિશાન અને ૧૦ માતમ મનાવનારી ટૂકડી નીકળશે. તાજીયા કમિટિના રફિક નગરીવાલા, હબીબમેવે જણાવ્યું હતું.

આજે રાત્રે ૧૦ બાદ તાજીયા ઠંડા કરવામાં આવશે. વિવિધ કલાત્મક તાજીયા તેમજ અખાડિયનો આજે આકર્ષણ જમાવશે.(૨૧.૨૫)

(4:05 pm IST)