Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સન્માન

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવા સંદર્ભે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને આવેલ છે. અમદાવાદ- સુરત- ભાવનગર- રાજકોટને મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહના હસ્તે ''પ્રતિબદ્ધતા સન્માન સમારોહ''માં સન્માનિત કરાયા હતા. શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સદસ્ય જગદીશભાઈ ભોજાણી, મુકેશભાઈ મહેતા, તથા શાસનાધિકારી દેવદતાભાઈ પંડયને શિલ્ડ મોમેન્ટો અર્પણ કર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ કાર્યો - પ્રોજેકટથી સરકારી શાળાનું સ્તર સુધરતા નગરજનો પોતાના સંતાનો ખાનગીમાંથી ઉઠાડીને સરકારીમાં પ્રવેશ લીધો હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)