Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

માય ઇકો એનર્જી દ્વારા રાજયના ૩ ઇંધણ સ્ટેશનોએ વેચાણની શરૂઆત

અમદાવાદ તા ૨૧ : ભારતની સોૈ પ્રથમ રીન્યુએબલ ઇંધણ કંપની માય એનર્જી (એમઇઇ) દ્વારા રાજયમાં તેના ૩ ઇંધણ સ્ટેશન પરથી ઇંધણનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે. એમઇઇ એ હવે ગુજરાતમાં અસોજ(વડોદરા), ભાટિયા (દ્વારકા) અને કામરેજ (સુરત) માં ૩ ઇંધણ સ્ટેશન્સ કાર્યાન્વિત કર્યા છે. આ  ઇંધણ સ્ટેશન સંપૂર્ણપણે ડિજીટાઇઝ છે. જે ગુણવતા અને જથ્થાની સંપૂર્ણ ખાત્રી આપે છે. તે કેશ લેેશ છે અને સ્વ -સેવાની સુવિધા પુરી પાડે છે.

આ આઉટલેટ્સ એમઇઇ ના ઇંધણ સ્ટેશન નેટવર્કનો ભાગ છે. જે ગુજરાત અને સમગ્ર ભારતમાં મહત્વના સ્થળો પર ડિઝલના ગ્રાહકોને ઇન્ડિઝેલનું વેચાણ કરે છે. ઇન્ડિઝેલ ડીઝલ એન્જિનો માટેનું વિશિષ્ટ પ્રકારનું સોંૈ પ્રથમ ડ્રોપ-ઇન નવીનતમ ઇંધણ છે. જે બીન અશ્મીજન્ય મટીરીયલમાંથી બનેલું છે. ઈન્ડિઝેલ ડિઝલ એન્જિન્સ માટે ભારતમાં ઉપલબ્ધ સોૈથી અસરકારક અને સોૈથી સ્વચ્છ ઇંંધણ પણ છે.

(2:44 pm IST)