Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ક્ષિતીજ પોલીલાઇન લિ. એસએમઇ આઇ.પી.ઓ દ્વારા ૮.૭૫ કરોડ ઉભા કરશે

અમદાવાદ : સ્ટેશનરી પ્રોડકટસના ઉત્પાદન, માર્કેટીંગ અને સોસિંગ બીઝનેશ સાથે સંકળાયેલી કંપની ક્ષિતીજ પ્રોલીલાઇન લિમીટેડ રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા અને રૂ.૩૫ ની ફિકસ કિંમત ધરાવતા ૨૫ લાખ શેરનું ભરણું લઇને મુડી બજારમાં આવી રહી છે. મુંબઇ સ્થિત આ કંપની કુલ રૂ.૮.૭૫ કરોડ ઉભા કરવા માગે છે અને તેનો ઉપયોગ તેની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે તથા નવી મશીનરી અને ઉપકરણો ખરીદીને પ્રોડકટસ રેંજ વધારવા માટે કરશે. આ ભરણું આજથીખુલી રહ્યું છે અને તા. ૨૭ ના  બંધ થશે.

આ આઇ.પી.ઓ. એનએસઇ. ઇમર્જ પ્લેટ ફોર્મ પર નોંધણી કરવામાં આવશે ઓછામાં ઓછા ૪ હજાર શેરના લોટની અરજી થઇ શકશે. હાઇનેટવર્થ ઇન્ડીવિડયુઅલ્સ માટે. બીડ લોટ ૮ હજાર શેર તથા ૪ હજાર શેરના ગુણાંકમાં રાખવામાં આવ્યો છે. કંપનીના વર્તમાન બિઝનેસ અંગે પ્રતિભાવ આપતા ક્ષિતીજ પોલીલાઇન    લિમીટેડના સીએમડી ભરત ગાલાએ જણાવ્યું હતું કે ૨૦૦૮ માં શરૂઆત થઇ ત્યારથી અમે સફળતાપુર્વક ૧૨૫ પ્રોડકટસ વિકસાવીને બજારમાં મુકી છે આ પ્રોડકટ રેંન્જમાં ફાઇલ, ફોલ્ડર, અને ડાયરી, કલાસીક એલસી અને.ક્ષિતીજના બ્રાન્ડ નામ હેઠળ મુકવામાં આવી છે.

(2:43 pm IST)