Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

આવાસ ફાઇનાન્શિયર્સ લિ.નો આઇપીઓ ૨૫મીએ ખુલશે : ૨૭મીએ બંધ

અમદાવાદ : આવાસ ફાઇનાન્શિયર્સ લિમીટેડ (કંપની) દ્વારા તા.રપના ઇકિવટી શેરદીઠ કિંમત (શેર પ્રિમીયમ સહિત) પર રોકડના બદલામાં રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઇકિવટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. જેમાં રૂ.૪૦૦૦ મિલીયન (ફ્રેશ ઇશ્યુ) સુધીના કુલ ઇકિવટી શેરનો ફ્રેશ ઇશ્યુ અને ૧૬,૨૪૯,૩૫૯ ઇકિવટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે. જેમાં લેક ડિસ્ટ્રીકટ હોલ્ડિંગ્સ લીમીટેડ દ્વારા ૮,૮૧૫,૪૩૦ ઇકિવટી શેર પાર્ટનર્સ ગ્રુપ ઇએસસીએલ લીમીટેડ (ઇએસસીએલ અને લેક ડીસ્ટ્રીકટ સાથે સંયુકત પાત્રે પ્રમોટર વિક્રેતા શેરધારકો)ના ૪,૨૮૧,૯૦૭ ઇકિવટી શેર કેદાર કેપીટલ અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કેદાર કેપીટલ એઆઇએફ ૧ (કેદાર એઆઇએફ-૧ અથવા રોકાણકાર વિક્રેતા શેરધારક)ના ૨૩૬,૩૩૯ ઇકિવટી શેર પાર્ટનર ગૃપ પ્રાઇવેટ ઇકિવટી માસ્ટર ફંડ એલએલસી (માસ્ટર ફંડ અથવા રોકાણકાર વિક્રેતા શેરધારક)ના ૧,૮૭૯,૧૧૦ ઇકિવટી શેર અને સુશીલકુમાર અગ્રવાલના ૯,૧૧,૫૬૪ ઇકિવટી શેર અને વિવેક વીગના ૧૨૫૦૦૦ ઇકિવટી શેર (સંયુકતપણે અન્ય શેરધારકો અને સંયુકત પણે પ્રમોટર વિક્રેતા શેરધારકો, રોકાણકાર વિક્રેતા શેરધારકો અને પ્રમોટર ગૃપ સેલીંગ શેરધારક વિક્રેતા શેરધારકો અને આ પ્રકારની વેચાણની ઓફર ફોર સેલ) સામેલ છે.

બિડ - ઓફરનો ગાળો તા.૨૭ના બંધ ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇકિવટી શેરદીઠ રૂ.૮૧૮ થી ૮૨૧ છે. બિડલ લઘુતમ ૧૮ ઇકિવટી શેર માટે પછી ૧૮ ઇકિવટી શેરના ગુણાંકમાં થઇ શકશે. ઇકિવટી શેરનું લીસ્ટીંગ બીએસઇ અને એનએસઇ પર થશે.

(2:43 pm IST)