Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વાર્ષિક એવોર્ડ શો - ઝી રિશ્તે એવોર્ડમાં વાસ્તવિક જોડીના લગ્ન કરાવશે

ઝી ટીવી કી બેટી કી શાદી

અમદાવાદ : દરેક છોકરીનું સપનુ હોય છે કે, તેના લગ્ન તેના સપનાના રાજકુમારની સાથે પરિકથાની જેમ થાય, જેમાં તેના નજીકના મિત્રો, શુભચિંતકો અને પરિવારના સભ્યોની હાજરી હોય. ભારતમાં ટેલીવીઝન આપણા રોજીંદા જીવનનો હિસ્સો બની ગયો છે, ત્યારે આ સપનામાં કેટલીક વખત તમારા પસંદગીના સીતારા તમારી સાઇડ લઇને તમારા તરફથી મસ્તી કરે તો કેવું લાગે. તેથી જ બરેલીના પ્રિયા સિંઘ અને સની કકકર ઝી ટીવીમાં તેમની વિનંતી લઇને પહોચ્યા કે તેમના પસંદગીના સિતારા અભિ - પ્રજ્ઞા તેમની લગ્નવિધિમાં જોડાય,ત્યારે ચેનલે આ જોડીના સપનાને હકીકતમાં બદલવાનુ નકકી કર્યુ અને ફકત અભિ-પ્રજ્ઞા જ નહી, પરંતુ સમગ્ર ઝી ટીવી પરિવારના સિતારાઓ આમા હિસ્સો લેશે અને તેમના આ જીવનના મોટા દિવસે આર્શિવાદ આપશે.

ભારતીય ટેલીવીઝન ઉદ્યોગના દર્શકો માટેનું આ પ્રકારનું પ્રથમ ઉત્સાહજનક પહેલ છે. ઝી ટીવીના વાર્ષિક પ્રસ્તાવના ઝી રિશ્તે એવોર્ડ તેની આ ઉજવણીને ઝી ટીવી કી બેટી કી શાદીના નામથી કરશે. જેમાં આ મહાન પ્રસંગે તે પ્રિયા અને સન્નીના લગ્ન કરાવશે.

(2:42 pm IST)