Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

આજે ભાજપના પ્રદેશ હોદેદારોની બેઠક,કાલે કારોબારીઃ અમિતભાઈની હાજરી

રાજકોટ, તા. ૨૧ :. ભાજપના પ્રદેશ હોદેદારોની બેઠક આજે બપોરે ૧ વાગ્‍યાથી કમલમ્‌ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલ છે. જેમાં જિલ્લાના પ્રભારીઓ અને પ્રમુખોને પણ બોલાવાયા છે. કાલની કારોબારીની રૂપરેખા તૈયાર થશે. કાલે સવારે ૧૦.૩૦ વાગ્‍યાથી એ જ સ્‍થળે કારોબારી બેઠક મળશે. જેમાં રાષ્‍ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ આવી રહ્યાનુ જાણવા મળે છે. બેઠકમાં ભાવિ કાર્યક્રમો જાહેર થશે.

(12:13 pm IST)