Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

થરાદના કરણાસર પાસેથી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ : જીવદયા પ્રેમીઓએ બે યુવક- બે યુવતીને પકડી પોલીસ હવાલે કર્યા

ટોળકી પાસેથી મૃત પક્ષીઓ સહિત કેટલીક વસ્તુઓ કબજે: રાજસ્થાન તરફથી આવી હોવાનું અનુમાન

થરાદના કરણાસર પાસેથી પક્ષીઓનો શિકાર કરતી એક ટોળકી ઝડપી પાડવામાં આવી છે. પકડાયેલ ટોળકી વૃક્ષો પર બેસેલા પક્ષીઓનો શિકાર કરતા હતા. શિકારીઓની ટોળીમાં બે યુવક અને બે યુવતીઓ સામેલ હતી.

 આ ટોળકીને સ્થાનિક જીવદયા પ્રેમીઓએ નગરની એક પ્રાથમિક શાળા પાસેથી ઝ઼ડપી લઇને તેમની પાસેથી મૃત પક્ષીઓ સહિત કેટલીક વસ્તુઓ કબજે કરાઇ હતી. ટોળકીને પકડીને લોકોએ પોલિસને હવાલે કરી હતી. લોકોના કહેવા પ્રમાણે આ ટોળકી રાજસ્થાન તરફથી આવી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

(12:24 am IST)