Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

રાજ્યના જાણીતા વકીલો ભાજપમાં જોડાયા ;જીતુભાઇ વાઘાણીએ ખેસ પહેરાવ્યો

કોંગ્રેસના પૂર્વ લીગલ સેલના કન્વીનરો પણ ભાજપમાં જોડાયા

 

અમદાવાદ : પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે  ગુજરાતના જાણીતા વકીલો ભાજપમાં જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસના પૂર્વ લીગલ સેલના કન્વીનરો પણ આજે ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હતા. પ્રશાંત દેસાઈ, દીપેન દવે, શંકરસિંહ ગોહિલ, કિરણસિંહ વાઘેલા, પરેશ જાની, જીતુભાઈ પંડિત, પ્રશાંત પંડિત, હરીશભાઈ ભવાની, કિરીટ બારોટ સહિતના 100 થી વધુ વકીલો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તમામ વકીલોને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.

(11:16 pm IST)