Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સુરતમાં દારૂ-ગાંજાનો વેપલો શરૂ: ભોંયરામાં છુપાવેલ 1.94 લાખનો બિનવારસી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો: બુટલેગરની તપાસ શરૂ

સુરત: શહેરમાં ગાંજા અને દારૂના ગેરકાયદેસર વેપાર માટે કુખ્યાત કતારગામની ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં ગત મળસ્કે કતારગામ પોલીસે છાપો મારી ખંડેર ખોલીમાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોંયરામાં છુપાયેલો રૂ.1.94 લાખનો દારૂ બિનવારસી કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતને આધારે કતારગામ પોલીસે ગત મળશે ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં આવેલી ખોલી નં. કે/756ની બાજુમાં આવેલી નંબર વગરની અને ઘણા સમયથી બંધ ખંડેર ખોલીમાં તપાસ હાથ ધરી હતી. પોલીસને ખોલીમાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોંયરામાંથી રૂ.1,94,040ની કિંમતની દારૂની નાની મોટી 1980 બોટલ મળી આવી હતી. ગાંજા અને દારૂના ગેરકાયદેસર વેપાર માટે કુખ્યાત ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં અગાઉ પણ આવા અંડરગ્રાઉન્ડ ભોંયરામાંથી દારૂ અને ગાંજાનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો.

(5:27 pm IST)